Documents - KG to Std 1
- Birth Certificate
- Aadhar Card
- Passport Photo
- Parent’s Bank A/c Details
- Advance Cheque
Documents - Std 2 to 12th
- Marksheet of Last Exam
- Aadhar Card
- Passport Photo
- Parent’s Bank A/c Details
- Advance Cheque
aNNUAL FEES
EDUCATION YEAR : 2025 – 26
English Medium Fees
Fees
School Fees
Hostel Fees
K.G.
16,000/-
*23,000/- or **30,000/-
STD. 1 TO 8
17,500/-
*23,000/- or **30,000/-
STD. 9 TO 12 COMMERCE
22,000/-
*26,000/- or **33,000/-
STD. 11 TO 12 SCIENCE
55,000/-
*26,000/- or **33,000/-
Gujrati Medium Fees
Fees
School Fees
Hostel Fees
K.G.
15,500/-
*23,000/- or **30,000/-
STD. 1 to 8
17,000/-
*23,000/- or **30,000/-
STD. 9 TO 12 COMMERCE
21,000/-
*26,000/- of **33,000/-
STD. 9 TO 12 SCIENCE
55,000/-
*26,000/- or **33,000/-
note : * for Satpanthi & ** for Non-Satpanthi
હોસ્ટેલના નિતિ-નિયમો
૧. વાલી મિત્રને સંસ્થાવતી થી હાર્દિક સ્વાગત.
૨. હોસ્ટેલ ફી ભર્યાં બાદ જ બાળકને પ્રવેશ આપવામાં આવશે. ફી ભર્યાની પહોંચ ગૃહપિતા/ગૃહમાતાને બતાવી રજીસ્ટ્રેશન કરાવી લેવું. એક વખત ફી ભર્યા પછી કોઈપણ સંજોગોમાં ફી પરત મળશે નહીં.
3. શૈક્ષણિક વર્ષ દરમ્યાન કેટલાક બાળકોમાં હોસ્ટેલમાંથી નાસી જવાની વૃત્તિ રહેલી હોય છે, આવા સંજોગોમાં બાળક તરફ સહાનુભૂતિ ભર્યું વલણ અપનાવવામાં આવશે, તેમછતાં બાળકના વલણમાં કોઈ ફેર ન પડે તો તેને માટે સંસ્થા જવાબદાર રહેશે નહીં.
૪. દર માસના સમય અને સંજોગોને આધિન નક્કી કરેલા છેલ્લા રવિવારે જે વાલીમિત્રો તેમના બાળકને મળી શકશે, વચ્ચેના દિવસોમાં બાળકોને મળવાનો આગ્રહ રાખવો નહીં. (સમયઃ સવારે ૮ થી સાંજે ૪ સુધી)
૫. પ્રવેશ વખતે ફોર્મમાં દર્શાવેલ વાલી સિવાય કોઈને મળવા દેવામાં આવશે નહીં.
૬. રજાઓ બાબત ઃ જન્માષ્ટમી તહેવાર નિમિત્તે સમયને આધિન એક અઠવાડિયાનું મીની વેકેશન આપવામાં આવશે, તે સિવાય રક્ષાબંધન, નાતાલ, ઉત્તરાયણ, હોળી તથા ધૂળેટી જેવા તહેવારોમાં બાળકને લેવા આવવાનો કે મળવાનો આગ્રહ રાખવો નહીં.
૭. કોઈપણ વાલીએ બહારના (બજારના) બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ આપવા નહીં.
૮. આપશ્રી જ્યારે હોસ્ટેલમાં આપના બાળકનો પ્રવેશ મેળવો ત્યારે આપના બાળકને જો કોઈ બીમારી હોય અથવા ઓપરેશન કરાવ્યું હોય તો તેની દવાઓ અંગેની જાણ સંસ્થાના ગૃહપિતા/ગૃહમાતાને અવશ્ય કરવી જેથી તેની સારવારમાં કોઈ ક્ષતિ ન રહે.
૯. સંસ્થામાં અઠવાડિયામાં બે દિવસ તબીબી સારવાર માટે ડોક્ટર આવે છે, તેમછતાં ગંભીર બીમારી વખતે સંરચા દ્વારા કરવામાં આવતો ખર્ચ વાલીએ અંગત રીતે ભોગવવાનો રહેશે, ગંભીર માંદગીમાં વધુ સાર-સંભાળ રાખવા માટે બાળકને ઘરે લઈ જવાનો રહેશે.
૧૦. જે વાલી મિત્રોનું રહેઠાણનું સરનામું બદલાયું હોય તો કાળજી રાખી શાળાની ઓફિસમાં સરનામાની સાથે પીનકોડ નંબર તથા ટેલીફોન નંબર અચૂક નોંધાવવા.
૧૧. ફી ની સાથે બાળકને આવશ્યક ચીજ-વસ્તુઓની ખરીદી માટે તથા માંદગીના આકસ્મિક ખર્ચ માટે રૂા. ૨૦૦૦/- ડિપોઝિટ પેટે ભરવાના રહેશે. તેનો હિસાબ અલગ રાખવામાં આવશે.
૧૨. વાલી મિત્રોને નમ્ર સૂચના કે હોસ્ટેલમાં બાળકના કપડાની જાળવણી તથા તેની ઓળખ માટે કપડાના કોલરની પાછળના ભાગે પરમેનન્ટ શાહી થી ટુંકુ નામઅવશ્ય લખવું. દા. ત. A, B. Patel
૧૩. ગુરૂકુળની મુખ્ય ધાર્મિક પ્રવૃત્તિ : ઘટપાટની નિત્ય પૂજા, આરતી, ચરણામૃત તિલક, પૂજા પેટી દ્વારા મંત્રજાપ, ગુરૂવંદના, પદવંદના, શિક્ષાપત્રી, ભજન, યોગ વગેરેમાં બાળકે સફેદ વસ્ત્રમાં હાજરી આપવાની રહેશે.
૧૪. સંસ્થા તથા બાળકના વિકાસ માટે આપનો સહકાર અત્યંત આવશ્યક છે. હોસ્ટેલના નિતિ નિયમોને આધિન રહી સાથ સહકાર આપશો તેવી અપેક્ષા.
૧૫. સમય અને સંજોગોને આધિન રહી સંસ્થાના નિતિ નિયમોમાં પરિવર્તન કરવાની અબાઘ સત્તા નિયામકશ્રીની રહેશે.
૧૬. વાલીને જે તે ફરિયાદ કરવાની હોય તો ગુરૂકુળના નિયામકશ્રી, ગૃહપિતાશ્રીના નામે વિવેકપૂર્ણ ભાષામાં લેખિત રૂપે નામ, સરનામા સાથે કરવાની રહેશે.
તા.ક. : (૧) વાલી મિત્રોને નમ્ર વિનંતી કે પોતાના બાળકમાં સંસ્કારનું સિંચન કરવું હોય તો મોબાઈલ બિલકુલ આપવો નહીં. (૨) જો વિધાર્થી પાસેથી મોબાઈલ મળશે તો મોબાઈલ નષ્ટ કરવામાં આવશે. તથા તે બાળકને L.C, આપવામાં આવશે. (૩) હોસ્ટેલમાં દાખલ થયા પછી બાળકની જવાબદારી હોસ્ટેલની રહેશે તેમછતાં કોઈ આકસ્મિક ઘટનામાં થયેલી શારીરિક ઈજા કે જાનહાની તથા વિધાર્થીએ જાતે કરેલ ઈજાની જવાબદારી બાળક તથા વાલીની રહેશે.
હોસ્ટેલના ઉપરોક્ત નિતિ નિયમો મેં વાંચ્યા છે. જે મને અને મારા પાલ્યને બંધનકર્તા રહેશે.